મોરવા હડફ: ભાજપ રાષ્ટ્રીય હોદ્દેદાર તરુણ ચુગજીનું ‘શ્રી કમલમ્’ ખાતે ભવ્ય સ્વાગત: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે વ્યક્ત કર્યો
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ તરુણ ચુગજીનું આજે ગુરુવારના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગમન થતાં સંગઠનમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે તેમનું પુષ્પગુચ્છ અને ઉષ્માભર્યા ભાવ સાથે સ્વાગત કરી અભિવાદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.