સિહોર: શિહોરમાં બે રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં મળ્યા, જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી.
શહેરમાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે હોટલ-રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાયિક સ્થળોએ સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા અંગે પોલીસ તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં બે રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ ફરિયાદદાખલ કરવા આવી હોવાનું સામે આવ્યું છે. એક રેસ્ટોરન્ટ ગરીબ શા પીર પાસે બીજી રેસ્ટોરન્ટ ટાણા ચોકડી થી લીલાપીર સુધી વચ્ચે બંને ઉપર એસઓજી દ્વારા દાખલ કરવામાં આવી છે જાહેરનામાના ભંગ બદલ