સિહોર: આર્મીની સેવા પૂર્ણ કરી માદરે વતન પરત ફરેલા કિશોરભાઈ રાઠોડનું ભવ્ય સ્વાગત
ભારતીય સેનામાં પોતાની ફરજ અને સેવા પૂર્ણ કરી માદરે વતન પરત ફરેલા કિશોરભાઈ રાઠોડનું શિહોરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુંજિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ, શિહોર ગ્રામ્ય કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આંબેડકર ચોક ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ ભવ્ય રેલી યોજાઈ હતી.ઢોલ-નગારાના તાલે નીકળેલી રેલીનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું