મોરવા હડફ: મોરવા હડફના નાગલોદમાં આખરે દીપડો પાંજરે પુરાયો, સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
નાગલોદ ગામના પગી ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવનાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાઈ ગયો છે. દીપડો કેદ થતાં જ છેલ્લા એક અઠવાડિયાથી ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનોએ આંશિક રાહતનો શ્વાસ લીધો છે.