સિહોર: સોનગઢ પોલીસ સ્ટેશનના હેઠળ ના ગામ ની વાડીમાંથી 15 વર્ષીય સગીરા ગુમ. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
સોનગઢ. ના ગ્રામ્ય માંથીવાડી વિસ્તારમાંથી 15 વર્ષ 1 મહિના 28 દિવસની ટીમાંબેન તા. 02 ઓગસ્ટ 2026ની રાત્રે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ રાત્રે ટીમાંબેન કપડાં લઈને નાહવા ગઈ હતી, પરંતુ લાંબા સમય બાદ પણ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. વાડી વિસ્તાર, સગા-સંબંધીઓ સહિત આસપાસના સ્થળોએ તપાસ કરવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો નથી.ધોરણ-5 સુધી અભ્યાસ કરેલ છે. પરિવારજનોએ અજાણી વ્યક્તિ દ્વારા અપહરણની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી