અંજાર: રાષ્ટ્રીય લોક અદાલતમાં અંજાર કોર્ટના ૩૮૭ કેસનો નિકાલ
Anjar, Kutch | Sep 12, 2026 આજરોજ યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં અંજાર કોર્ટ ખાતે વિવિધ પ્રકારના કુલ ૧,૯૭૭ કેસોમાંથી ૩૮૭ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલત દરમિયાન પક્ષકારોની સંમતિથી કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.આ દરમિયાન ડિજિટલ ઇન્સ્યોરન્સ તરફથી અનસુલ રાજેન્દ્ર કુમાર જેટલીયાને રૂ. ૧.૩૦ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક નામદાર અધિક સેશન જજ શ્રી જે.એલ. ચોવટીયા સાહેબ, જજ શ્રી બી.આર. વાઘેલા સાહેબ તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના સ્ટાફની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો