અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. નગરપાલિકાના વિવિધ વેરાની વસૂલાત માટે વૉર્ડ પ્રમાણે ટીમ બનાવવામાં આવી છે.ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયાના આદેશ અનુસાર કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડેના સુપરવિઝન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા સહિતના અધિકારી કર્મચારીઓ દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.તેના ભાગરૂપે બંધ દુકાનોમાં બાકી વેરાની નોટીસો ચોટાડવામાં આવી,તેમજ પાણી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી.