ગાંધીધામ: આદિપુર પોલીસે અનડિટેક્ટેડ બાઈક ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
આદિપુર PI એસ.એન. કરંગીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ દ્વારા બાઈક ચોરીના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલી એક આરોપી ધર્મેન્દ્ર દિલીપભાઈ માજીરાણાને ઝડપી લેવામાં આવ્યો હતો.આરોપી પાસેથી ચોરીમાં ગયેલું સ્પ્લેન્ડર મોટરસાઇકલ કિંમત રૂ. 30 હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.