સિહોર: રાજપરા ખોડિયાર મંદિર ખાતે દુકાનમાં ચોરીનો પ્રયાસમહિલાએ ભીડનો લાભ લઈ પિત્તળના સિંહની ચોરી કરી હોવાનો આક્ષેપ, CCTVમાં ઘટના
રાજપરા ખોડિયાર મંદિર ખાતે આવેલી મહેશભાઈની દુકાનમાં માતાજીના ધાર્મિક સામાનનું વેચાણ કરવામાં આવે છે. દરમિયાન દુકાનમાં ગ્રાહકોની ભીડનો લાભ લઈ એક મહિલાએ દુકાનમાંથી પિત્તળના સિંહની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છેમહિલા દુકાનમાં આવી હતી અને દુકાનમાં ભીડ હોવાનો લાભ લઈ પિત્તળનો સિંહ લઈ જતી હોવાની ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.