મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે રજાત પરિવારના દિવંગત આત્માઓને પાઠવી શ્રદ્ધાંજલિ, પરિવારજનોને પાઠવ્યું સાંત્વના પાઠ
મોરવા હડફ વિસ્તારમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રજાત પરિવારના ત્રણ સ્વજનોના દિવંગત થવાને કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ મુશ્કેલ અને શોકજનક સમયમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.