મોરવા હડફ: મોરવા હડફના રજાયતા ગામે પ્રેમસંબંધની અદાવતમાં કુહાડી વડે જીવલેણ હુમલો,એક જ પરિવારના ત્રણ સભ્યો લોહીલુહાણ
મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે ડુંગરભીત ફળિયામાં પ્રેમસંબંધ બાબતે થયેલી તકરારમાં ઉશ્કેરાઈ ગયેલા શખ્સે કુહાડી વડે જીવલેણ હુમલો કરતાં એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે મોરવા હડફ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.