મોરવા હડફ: મોરવા હડફના રજાયતા ગામે યુવક પર લાકડી, કુહાડી અને કોશ વડે હુમલો,ત્રણ સામે ગુનો દાખલ
મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે સામાન્ય બોલાચાલીની અદાવતમાં ૧૯ વર્ષીય યુવક પર ત્રણ વ્યક્તિઓએ જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવકની માતાની ફરિયાદના આધારે મોરવા હડફ પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે