અંજાર: મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર ડેપોની નવી ૪ એક્સપ્રેસ એસ.ટી. બસોનું લોકાર્પણ
Anjar, Kutch | Nov 7, 2026 મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી અંજાર એસ.ટી. ડેપોને ફાળવવામાં આવેલી નવી ૪ એક્સપ્રેસ બસોનું લોકાર્પણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું.પૂજા-અર્ચના કરી રિબિન કાપી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.નવી બસો અંજાર-દાહોદ અને અંજાર-ભુજ-મહેસાણા રૂટ પર દોડાવવામાં આવશે, જેના કારણે મુસાફરોને વધુ સુગમ અને ઝડપી પરિવહન સુવિધા મળશે.