જાંબુઘોડા: જાંબુઘોડાના રામપુરા ગામે પતિ અને સાસુના અસહ્ય ત્રાસથી કંટાળી 21 વર્ષીય પરિણીતાનો આપઘાત; પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
જાંબુઘોડાના રામપુરા ગામે સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને 21 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના પિતાએ જાંબુઘોડા પોલીસ મથકે જમાઈ અને વેવાણ વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.