જાંબુઘોડા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખા હાલ ગ્રાહકો માટે હાલાકીનું કેન્દ્ર બની છે.ગ્રામ્ય વિસ્તારના અભણ અને સામાન્ય ગ્રાહકો એકતરફ ટેકનોલોજીના અભાવે અને બીજી તરફ ભાષાની મર્યાદાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ત્યારે બેંકની બહાર રાખવામાં આવેલું પાસબુક પ્રિન્ટિંગ મશીન મોટાભાગે બંધ હાલતમાં જોવા મળે છે. ગ્રાહકો જ્યારે અંદર સ્ટાફને રજૂઆત કરે છે, ત્યારે તેમની વાત સાંભળવામાં આવતી નથી, જેના કારણે ખેડૂતો અને શ્રમિકોને વારંવાર ધક્કા ખાવા પડે છે