જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શિવાલયોમાં મહા શિવરાત્રી પર્વને લઇ ભક્તોની ભારે ભીડ
જાંબુઘોડા અને તેની આસપાસના પંથકમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી જાંબુઘોડા નગરમાં આવેલા સુપ્રસિદ્ધ મંગલેશ્વર મહાદેવ અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.જ્યારે ખાખરીયા પાસે આવેલા ઝરણેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઝરણેશ્વર ખાતે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી અને હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.