જાંબુઘોડાના ગાંધીભવન હોલ ખાતે 'શ્રી રામ હિન્દુ સંમેલન' દ્વારા એક વિશાળ હિન્દુ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને સ્થાનિક નેતૃત્વનો સંગમ જોવા મળ્યો હતો. સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે: કબીર સંપ્રદાયના સંત ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.આ પ્રસંગે જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ,તાલુકા પંચાયત પ્રમુખ લાલસીંગભાઇ બારીયા સહિત કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને ભક્તો ગાંધીભવન ખાતે એકત્રિત થયા હતા