ગાંધીધામ: મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી વિકાસના કામો સહિત વિવિધ મુદ્દે ચર્ચા અને રજૂઆતો
આજે મનપાની સામાન્ય સભાની બેઠક મેયર દિવ્યાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં મનપાના વિકાસના કામો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને રજૂઆતો કરવામાં આવી હતી.આ બેઠકમાં ડે. મેયર નવીનભાઈ જરુ, કમિશનર બી.ડી. દાવેરા, ડે. કમિશનર રામાનુજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી, દંડક સુરેશભાઈ ધુંવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.