ખંભાત: ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલની અન્ડર-14 વોલીબોલ ટીમ તાલુકા કક્ષાએ સતત પાંચમી વખત ચેમ્પિયનશિપ
Khambhat, Anand | Aug 19, 2026 ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત માધવલાલ શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અન્ડર-14 વોલીબોલ સ્પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી ખંભાત તાલુકા કક્ષાએ સતત પાંચમી વખત ચેમ્પિયનશિપ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ટીમના ખેલાડીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ રમત, અદભૂત ટીમવર્ક, શિસ્ત અને જુસ્સો દર્શાવી પ્રતિસ્પર્ધી ટીમોને પરાજય આપી વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.શાળા પરિવારે વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી.