ખંભાત: ખંભાત નગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે ‘સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત’ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત
Khambhat, Anand | Feb 16, 2026 ખંભાત નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદારોના CPF, વીમા કવચ અને સાતમા પગાર પંચના અમલીકરણ જેવા મહત્વના પ્રશ્નોને લઈને ‘સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત’ દ્વારા તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા દ્વારા આ બાબતે ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં પત્ર લખી તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી છે.