ખંભાત: ખંભાતના ગીરીરાજ પાર્ક પાસે ST બસ વીજ થાંભલા સાથે ઘસાઈ, ટ્રાફિક જામના દ્રશ્યો
Khambhat, Anand | Feb 18, 2026 ખંભાતના ગીરીરાજ પાર્ક વિસ્તારમાં આજે ST બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સાંકડા વળાંક પરથી બસ પસાર કરતી વખતે બસ વીજથાંભલા સાથે ઘસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.આ માર્ગ પર સ્પષ્ટપણે 'ડાયવર્ઝન'ના બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં સૂચના અપાઈ છે કે આ રસ્તો માત્ર 2,3 અને 4વ્હીલર વાહનો માટે જ છે. મોટા વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં, ST બસના ડ્રાઈવરે આ સૂચનાને અવગણી બસ સાંકડા માર્ગ પર ઉતારી દીધી હતી.