ખંભાત: ખંભાતમાં યુવતીને ભગાડીને લઇ જનાર યુવકના ભાઈને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારતા ફરિયાદ
Khambhat, Anand | Feb 16, 2026 ખંભાત શહેરના પાંચ હાટડી વિસ્તારમાં રહેતા એક યુવકને તેનો ભાઈ યુવતીને ભગાડીને લઈ જતાં એક્ટિવા ઉપર બેસાડીને બાંદ્રા બુરજ પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને એક ઝાડ સાથે બાંધી દઈને લાકડીથી ગંભીર રીતે ફટકારવામાં આવ્યો હતો.ઘાયલ થયેલા શહેજાદહુસેનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ખંભાત શહેર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા હતા.