ખંભાત: કાણીસાના કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસનો લોકમેળો ભરાયો, હજારો વર્ષ જૂના મંદિરે ચામડીના રોગ મટાડતા કુંડમાં ભક્તોએ સ્નાન
ખંભાત તાલુકાના કાણીસા ગામમાં આશરે 1000 વર્ષ જૂનું કામનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરના કુંડમાં સ્નાન કરવાનો પૌરાણિક અને ધાર્મિક મહિમા છે. શ્રાવણ માસમાં વ્યતિપાતના દિવસે કામનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તેમણે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.લોકવાયકા અને પૌરાણિક કથાઓ અનુસાર, આ કુંડના પાણીમાં સ્નાન કરવાથી અસાધ્ય રોગો મટે છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે.