જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના સગર્ભા મહિલાને તાત્કાલિક લોહીની જરૂર પડતાં ભુપેન્દ્રસિંહ મકવાણા દ્વારા રક્તદાન કરી માનવતા મહેકાવી.
જાંબુઘોડાની એક સગર્ભા મહિલાનું હિમોગ્લોબિન ઘટીને માત્ર ૬% જેટલું થઈ જતાં તેમને તાત્કાલિક ધોરણે લોહી ચડાવવાની ગંભીર જરૂરિયાત ઊભી થઈ હતી.આ સ્થિતિની જાણ થતાં જ સામાજિક જવાબદારી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં ભુપેન્દ્રસિંહ મકવાણા તુરંત બોડેલી સ્થિત સંગમ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું,