હાલોલ: દિવાળીના દિવસે દ્વારકાધીશ હવેલી પાસે ફટાકડાના કારણે ભીષણ આગ,ફાયર વિભાગની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
હાલોલમાં દિવાળીના તહેવાર ટાણે જ એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ છે. શહેરના દ્વારકાધીશ હવેલી સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાં અચાનક ફટાકડાના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો.