હાલોલ: હાલોલના રિન્કી ચોકડી પાસે રોકેટના તણખાથી દુકાનમાં આગ, ફાયર બ્રિગેડે સમયસૂચકતા દાખવી કાબૂ મેળવ્યો
હાલોલ શહેરના રિન્કી ચોકડી પાસે આવેલ વેલ્વેટ સિનેમા સામે 'સમર્થ એન્ટરપ્રાઇસ' નામની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન રોકેટના તણખાને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.