મોરવા હડફ: મોરવા હડફના જર્જરિત CHC સેન્ટરના સ્થાને 50 બેડની અદ્યતન હોસ્પિટલ મંજૂર કરવા ધારાસભ્ય નિમિષાબેન સુથારની રજૂઆત
મોરવા હડફ વિસ્તારના નાગરિકોને વધુ સુદૃઢ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ધારાસભ્ય નિમિષાબેન સુથારે ગાંધીનગર ખાતે મંત્રીની રૂબરૂ મુલાકાત લઈ અગત્યની રજૂઆત કરી હતી. આરોગ્ય, પરિવાર અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા)ના માનનીય મંત્રી પ્રફુલ પાનસેરિયાને મળેલા નિમિષાબેન સુથારે મોરવા હડફના મોરા ખાતે આવેલા જર્જરિત સી.એચ.સી. (CHC) સેન્ટરનો મુદ્દો પ્રાથમિકતાથી ઉઠાવ્યો હતો