નખત્રાણા: નખત્રાણાના દનણા ગામે સીમ વિસ્તારમાં દીપડાનો શ્વાન પર હિંસક હુમલો: વાડી વિસ્તારોમાં ફફડાટ, વનવિભાગ પાંજરું મૂકે તેવી માંગ
કચ્છના નખત્રાણા તાલુકાના દનણા ગામના સીમ વિસ્તારમાં ગતરાત્રિના સમયે દીપડાએ ધસી આવીને શ્વાન પર હિંસક હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં ખેડૂત માલિક સાથે સૂતેલા પાલતુ શ્વાન પર અચાનક દીપડાએ તરાપ મારી હતી. આ હિંસક હુમલાની ઘટના બાદ આસપાસના વાડી વિસ્તારો અને ગામમાં દીપડાની સક્રિય હાજરીને લઈને ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.