ધીણોધર ડુંગર અને થાન જાગીરનો થશે કાયાકલ્પ: પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કામોની સમીક્ષા નખત્રાણાના ધીણોધર ડુંગર અને થાન જાગીર ખાતે પ્રવાસન વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી. ધારાસભ્ય પી એમ જાડેજા, પ્રવાસન નિગમના OSD શ્રી એચ.એમ. સોલંકી અને જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી. રાવલ દ્વારા નવા પ્રસ્તાવિત કામોનું નિરીક્ષણ કરાયું હતું. આ બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી વિકાસલક્ષી સૂચનો આપ્યા હતા. વિગત છ વાગ્યે મળી હતી