ગાંધીધામ: આદિપુર ની 17 વાડીમાં આવેલ ઝુલેલાલ મંદિરમાં સિંધી સમાજનાં ઇષ્ટદેવના આરાધ્ય પર્વ ચાલિયા સાહેબની ધામધૂમથી પૂર્ણાહુતિ કરાઈ
આદિપુરમાં સતત ૪૦ દિવસ સુધી ચાલનારા ચાલ્યા મહોત્સવમાં નિયમોનુસાર પૂજા વિધિ અને આરાધના કરી રહ્યા હતા. જે અંતર્ગત 40 માં દિવસે ચેટીચંદ મેલા સમિતિ અને પૂજ્ય ભાઈબંધ પંચાયત દ્વારા સવારથી બપોર સુધી ધામધૂમથી પૂર્ણાહુતિનું આયોજન કરવામાં આવ્યું હતું.