ખંભાત: મીત્તલીમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા, 40 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
ખંભાતના મીતલી ગામે છાપો મારતાં 6 શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા.તેમની અંગજડતી અને દાવ પરથી રોકડા 24,490 તેમજ ચાર મોબાઈલ સાથે કુલ 40,490 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા શખ્સોમાં રાહુલ વિનોદભાઈ મકવાણા, વિશાલ વિક્રમભાઈ વાલ્મિક, અનુ ગનુુભાઈ પરમાર, વિનોદ ડાહ્યાભાઈ મકવાણા, નરોત્તમ ભવનભાઈ મકવાણા અને હાર્દિક રમણભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.