ખંભાત: ધુવારણ મહીસાગર કાંઠે શ્રદ્ધાળુઓની ભરતી, 1 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિમાં દશામાંની ભાવભીની વિદાય
Khambhat, Anand | Aug 22, 2026 ખંભાત પંથકમાં દશમના દિવસે વહેલી સવારથી જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજિત 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓની મહીસાગર નદી કાંઠે ભરતી જોવા મળી હતી.દસ દિવસની કઠિન આરાધના બાદ ધુવારણ કાંઠે 10 હજારથી વધુ દશામાંની મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.વિસર્જનની સાથે ભરાયેલા લોકમેળાનો નાગરિકોએ ભરપૂર આનંદ માણ્યો હતો.શ્રદ્ધાળુઓએ મહીસાગર કાંઠે આવેલા પૌરાણિક ડોસલી માતાજી અને પાંચ પાંડવ મહાદેવના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.