ખંભાત: ખંભાતની ભીમતળાવ નહેરમાંથી નડિયાદના યુવક મૃતદેહ મળી આવતા ચકચાર
ખંભાતની ભીમતળાવ નહેરમાંથી એક 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ખંભાત ગ્રામ્ય પોલીસના સુરેશભાઈ ભરવાડ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ભારે જહેમત બાદ નહેરમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતકની ઓળખ મેળવવા માટે વાલીવારસોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતકની ઓળખ નડિયાદના ગાજીપુરા ખાતે રહેતા શહેબાઝમહંમદ ફરીદમીંયા મલેક તરીકે થઈ છે.