ખંભાત: ફીણાવમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરનારને માર મારતા ફરિયાદ
ખંભાત તાલુકાના ફિણાવ ગામના એક પાનના ગલ્લા પાસે ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરનારને માર માર્યો હતો.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.આ અંગે દિનેશભાઈ ચંદુભાઈ પટેલની ફરિયાદના આધારે મીરખાન હુસેનખાન પઠાણ અને અનિલ હુસેનભાઈ ભટ્ટી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.