અંજાર: તુણા બાયપાસ રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા પોલીસની અપીલ
Anjar, Kutch | Nov 5, 2026 કંડલા મરીન પોલીસ સ્ટેશનની હદમાં તુણા ઝીરો પોઈન્ટથી આશરે એક કિમી દૂર તુણા બાયપાસ રોડ પરથી તા. 03/11/2026ના રોજ સાંજે 6:30 વાગ્યાના અરસામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકની ઓળખ તથા પરિવારજનો અંગે કોઈ માહિતી મળી ન હોવાથી કંડલા મરીન પોલીસે મૃતકને ઓળખતા હોય અથવા પરિવારજનો અંગે જાણકારી ધરાવતા લોકોને કંડલા મરીન પોલીસ સ્ટેશન – 6359626831 પર સંપર્ક કરવા અપીલ કરી છે.