ગાંધીધામ: રેલવે કોલોનીથી બાહુડા યાત્રા યોજાઈ;ભગવાન જગન્નાથજી ગળપાદર ખાતે પરત ફર્યા
આષાઢી બીજ પછીના નવમા દિવસે ગાંધીધામમાં ભગવાન જગન્નાથની ભવ્ય બાહુડા યાત્રા ભક્તિભાવથી યોજાઈ. જય જગન્નાથ સેવા ટ્રસ્ટના આયોજનમાં રેલવે કોલોનીના શિવમંદિરથી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્ર રથયાત્રા દ્વારા પોતાના મુળ સ્થાનક ગળપાદરના જગન્નાથ મંદિરે પરત ફર્યા."જય જગન્નાથ"ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું. હજારો ભક્તોએ પુષ્પવર્ષા કરી ભગવાનનું સ્વાગત કર્યું.યાત્રા સાથે ભજન-કીર્તન અને રાત્રે આઠ વાગે મહાપ્રસાદનું આયોજન થયું.