મોરવા હડફ: ગોધર તાલુકાના ઓરા ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી તરીકેના સફળ 25 વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “સેવા સંકલ્પ અભિયાન” ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગોધર તાલુકાની ઓરા પ્રાથમિક શાળા ખાતે તા.30 સપ્ટેમ્બર બુધવારના રોજ 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.