અંજાર: ખેડોઈ ગામમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી, 10 શખ્સોને અંજાર પોલીસે ઝડપ્યા
Anjar, Kutch | Aug 26, 2026 અંજાર PI એચ.એ.જાડેજાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખેડોઈ ગામની પંચાયતની બાજુમાં જાહેર જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા 10 શખ્સો યશપાલસિંહ દશરથસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજા,પૃથ્વીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા,ગીરીરાજસિંહ હરદેવસિંહ ઝાલા,હિતેંદ્રસિંહ દેવુભા વાઘેલા,અર્જુનસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા,નવીનભાઈ પાલાભાઈ રબારી,બલભદ્રસિંહ જખુભા જાડેજા,સિધ્ધરાજસિંહ જીલુભા જાડેજા અને જયદીપસિંહ સુખદેવસિંહ જાડેજાને કુલ રૂ.1,06,300/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.