અંજાર: વિજયનગર વિસ્તારમાંથી પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો
Anjar, Kutch | Aug 24, 2026 અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે વિજયનગર જૂની કોર્ટ પાછળના વિસ્તારમાં દરોડો પાડી જાહેર જગ્યાએ જુગાર રમતા 10 શખ્સો સંજય કરશનભાઈ મહેશ્વરી,પરેશ ભીમજીભાઈ જોગી,બાબુ ભારમલભાઈ જોગી,જેન્તીલાલ મનજીભાઈ સોરઠીયા,કલ્પેશ જયરામભાઈ સોરઠીયા,દર્શન ચન્દ્રકાન્તભાઈ જેઠવા,દેવશી રતનભાઈ મહેશ્વરી,વિજય હિરાલાલ સોરઠીયા,અનિલ લાલજીભાઈ સોરઠીયા અને ભરત ગોપાલભાઈ સોરઠીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ,દસ મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,98,000/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.