ગાંધીધામ: ઝુલેલાલ મેઇન મંદિરમાં સિંધી સમાજનાં ઇષ્ટદેવના આરાધ્ય પર્વ ચાલિયા સાહેબની ધામધૂમથી પૂર્ણાહુતિ કરાઈ
છેલ્લા 40 દિવસથી ગાંધીધામમાં જુલેલાલ મંદિરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ભગવાનની ભક્તિ અને સ્તુતિ માટેના ચાલ્યા સાહેબ મહોત્સવ ચાલી રહ્યો હતો. જે અંતર્ગત ગતરોજ 40 માં દિવસે જુલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા સવારથી રાત સુધી ધામધૂમથી પૂર્ણાહુતિનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની સંપૂર્ણ માહિતી ચેરમેન કુંદનકુમાર ગ્વાલાણી દ્વારા આપવામાં આવી હતી