ખંભાત: ધુવારણના ભાઠા વિસ્તારમાંથી 3 ઇસમો જુગાર રમતા ઝડપાયા, રૂ.16, 200/- રોકડ જપ્ત
Khambhat, Anand | Aug 20, 2026 ખંભાતના ધુવારણ ગામે GEB પાછળના ભાઠા વિસ્તારમાં ખુલ્લી બાવળીમાં કેટલાક ઈસમો પૈસાથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી 3 ઈસમો ઝડપાઈ ગયા હતા. જેમાં 1. ખોડાભાઈ ઉર્ફે ખબરી દિપસિંહ સિંધા,2.અશોકભાઈ ઉર્ફે અકો મહોબતભાઈ સિંધા, 3.લાલજીભાઈ મહીજીભાઈ સિંધાનો સમાવેશ થાય છે.ખંભાત ગ્રામ્ય પોલીસે પકડાયેલા ઈસમોની અંગ જડતીમાંથી રૂ.13,000/- અને દાવ ઉપરથી રૂ. 3200/- મળી કુલ રૂ.16,200/- ની રોકડ જપ્ત કરી છે.