સિહોર: શિહોરમાં તસ્કરોનો તરખાટઃ દાદાની વાવ-ગુંદાળા વિસ્તારમાં દુકાનોના તાળા તૂટ્યા
સીસી ફૂટેજ આવ્યા સામે
શિહોરના દાદાની વાવ તથા ગુંદાળા વિસ્તારમાં તસ્કરોએ બંધ દુકાનોને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.છેલ્લા બે-ત્રણ દિવસથી તસ્કરો સક્રિય બન્યા હોવાની ચર્ચા વચ્ચે એકસાથે ત્રણથી ચાર દુકાનોના તાળા તૂટતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.રાત્રિના સમયે તસ્કરોએ બંધ દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં તસ્કરોની હરકતો કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.