અંજાર: ટપ્પર અને ભુજમાં ખનિજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોર્ડની કાર્યવાહી, રૂ. એક કરોડનો મુદ્દામાલ જપ્ત
Anjar, Kutch | Nov 5, 2026 કલેક્ટર કચ્છના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક,ફ્લાઈંગ સ્ક્વોર્ડની કચેરી દ્વારા ખનિજ ચોરી અંગે મળતી ફરિયાદોના આધારે ૫/૧૧/૨૬ના રોજ બે સ્થળે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં હાર્ડ મુરમનું ગેરકાયદે ખનન અને વહન કરતા એક એક્સકેવેટર તથા બે ડમ્પર ઝડપી સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે ભુજના આશ્રમ સર્કલ ખાતે સાદી રેતીનું ગેરકાયદે વહન કરતા એક ડમ્પરને સીઝ કરવામાં આવ્યું હતું.બંને કાર્યવાહી દરમિયાન એક કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.