મોરવા હડફ: સાયબર ક્રાઇમથી બચવા મોરવા હડફની જે.આર.દેસાઈ હાઈસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે બુધવારના રોજ મોરવા-હડફ તાલુકાના મોરા સ્થિત જે.આર.દેસાઈ હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.