નખત્રાણા: નખત્રાણામાં ₹૩૫ કરોડના ખર્ચે ૧૦૦ બેડની આધુનિક સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોમાં વસતા લોકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. નખત્રાણા સરકારી દવાખાના પરિસરમાં ₹૩૫ કરોડના માતબર ખર્ચે તૈયાર થનારી ૧૦૦ બેડની અત્યાધુનિક સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ભગીરથ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું હતું.