ખંભાત: ખંભાત શહેર અને તાલુકાપંથકમાં ઈદે મિલાદ પર્વ નિમિત્તે ધાર્મિક સ્થળો અને રહેણાંક વિસ્તારો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા.
Khambhat, Anand | Aug 21, 2026 ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવણી કરવામા આવે છે.ઈદે મિલાદ પર્વ નિમિત્તે શહેર તેમજ તાલુકાભરમાં ધાર્મિક સ્થળો અને રહેણાંક વિસ્તારોને અવનવી રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. જેને કારણે ધાર્મિક સ્થળો અને મુસ્લિમ રહેણાંક વિસ્તારો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.નાઅતે શરીફ, કુરાન શરીરનું વાંચન કરી પ્રાર્થના કરાઈ હતી તેમજ પ્રસાદીનું વિતરણ પણ હતું.