અંજાર: દિવાળીના પર્વે અંજાર પોલીસની માનવતાભરી કામગીરી: ગુમ થયેલા ૮ વર્ષના બાળકને પરિવાર સાથે મિલાવ્યું
Anjar, Kutch | Nov 9, 2026 અંજાર PI એચ.એ. જાડેજાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ દિવાળીના પર્વે પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ગંગાનકા પાસેથી અર્જુન નામનો બાળક મળી આવ્યો હતો. દિવાળીના પર્વે પરિવાર સાથે અંજાર ફરવા આવેલો બાળક માતા-પિતાથી વિખૂટો પડી ગયો હતો.પોલીસે સોશિયલ મીડિયા અને હ્યુમન સોર્સની મદદથી બાળકના પિતા સંજયભાઈ ચંદ્રવંશીનો સંપર્ક કરી બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો હતો. આ કામગીરીમાં PI એચ.એ. જાડેજા સહિત અંજાર પોલીસ સ્ટાફ જોડાયો હતો.