નખત્રાણા: નખત્રાણા પંથકમાં દુષ્કાળના ડાકલા: ઘાસચારાની તંગી વચ્ચે અબોલ જીવોને બચાવવા માલધારીઓ હિજરત કરવા મજબૂર
કચ્છના નખત્રાણા પંથકમાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે દુષ્કાળની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પાણી અને ઘાસચારાની ભારે અછત વચ્ચે પશુધનનું અસ્તિત્વ જોખમાતાં છેવાડાના ગામોના રબારી-માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે.