ગાંધીધામ: ખાખીનો માનવતાભર્યો ચહેરો! જરૂરિયાતમંદ બાળકો સાથે બાળક બની ગયા SP સાગર બાગમાર
દિવાળીના પાવન પર્વે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા અનોખી માનવતાભરી પહેલ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ બાળકોને પોલીસ સ્ટેશન ખાતે આમંત્રિત કરી મીઠાઈ અને નવાં કપડાંની ભેટ આપી દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી હતી.આ પ્રસંગે પૂર્વ કચ્છ SP સાગર બાગમાર હોદ્દાની ઔપચારિકતા ભૂલી બાળકો સાથે બાળક બની ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. PI એમ.જે. રાઠોડ સહિત પોલીસ સ્ટાફ અને આર્મીના જવાનો પણ ઉજવણીમાં જોડાયા હતા. પોલીસની આ પહેલથી બાળકોના ચહેરા પર ખુશી છવાઈ હતી.