ખંભાત: વટાદરા ગામે ઝેરી ગેસ છોડાતા 200 જેટલા પક્ષીઓ મોતને ભેટ્યા, 400 વીઘા જમીનમાં પાકને નુકશાન,
Khambhat, Anand | Aug 17, 2026 ખંભાત વટાદરા ગામે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે ઝેરી ગેસ છોડવામાં આવી રહ્યો છે. જેને લઈને આ વિસ્તારમાં ૨૦૦ જેટલા નાના પક્ષીઓ તડફડીને ટપોટપ મોતને ભેટ્યા હતા. સાથે સાથે ડાંગરના પાકને પણ નુકશાન થવા પામ્યું હતું. ડાંગરનો લીલો પાક ઝેરી ગેસને કારણે પીળો પડી જવા પામ્યો હતો. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં જ તેઓએ તુરંત જ તપાસ કરતા ગેસના તીવ્ર ફેલાવાને કારમે આસપાસના સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડતી હતી, અને આંખોમાં બળતરા થવા લાગી હતી.